Geo Gujarat News

જગન્નાથજીની રથયાત્રામાં અંકલેશ્વર પત્રકાર એકતા પરિષદના પત્રકારો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું

જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજ રોજ કરવામાં આવે છે ત્યારે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું તેમાં અંકલેશ્વરના પત્રકારો દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક આવેલ હરિદર્શન સોસાયટી માં આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા મહોત્સવનું આયોજન અષાઢી બીજના રોજ કરવામાં આવે છે. અને આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારમાં ફરે છે.બતે દરમિયાન અંકલેશ્વર શહેરના ચૌટાનાકા પાસે પત્રકાર એકતા પરિષદ સંગઠન અંકલેશ્વર તાલુકા દ્વારા જગન્નાથજીની રથયાત્રા દરમિયાન આવતા ભક્તોને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. તેમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લાના પ્રમુખ અતુલ મુલાણી, અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેયુર રાણા, વિનોદ પટેલ,અસપાક બાગવાલા, મહેશ મુલાણી, નિઝામુદ્દીન શેખ,સુનિલ પરમાર, યોગેશ પટેલ, અફઝલ પઠાણ ,જેમિશ મોદી,અને અંકલેશ્વરના પત્રકારો જોડાયા હતા.

આ રથયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા, ચૌટા બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી પાંજરાપોળ થઈ મંદિરે પરત પહોચશે. રથયાત્રા અવસરને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા નિમિતે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *