ઝઘડિયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈ આજરોજ 12 કલાકે આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા રહેણાંકના મકાનો તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યા છે, આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનું અમૂલ્ય ફાળો રહેલો છે, આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો લિગ્નાઈટ પ્રોજેક્ટની ખાણો, રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો આવેલા છે જેમાંથી સરકારને વાર્ષિક હજારો, કરોડો ની આવક થાય છે છતાં સરકાર દ્વારા આ વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય એવું તેમને લાગી રહ્યું છે, આ માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનું અમલીકરણ થાય તેવી માંગ આવેદનમા કરવામાં આવી હતી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com