Geo Gujarat News

ઝઘડિયા: વેલુગામ નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન ઝડપાયું.!

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વેલુગામ પંચાયત હદ વિસ્તારમાં આવતા નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેત ખનન થતું હોવાનું ખાણ ખનીજ વિભાગ ને જાણ થતા ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન અચાનક રેડ કરતા સાત ટ્રક તેમજ બે હિટાચી મશીન ઝડપી પાડવામાં આવી હતી. આ બાબતે ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મળતી માહિતી મુજબ વેલૂગામ નર્મદા નદીમાં રાત્રે દરમિયાન ગેરકાયદેસર રેત ખનન ચાલી રહ્યું હતું. જે બાતમી મુજબ ભરૂચ ખાણ ખનીજ વિભાગ ના અધિકારીઓ દ્વારા આકસ્મિક રેડ કરતા ગેર કાયદેસર રેત ખનન આબાદ ઝડપાયું હતું જે બાબતે ખાણ ખનીજ ના એક અધિકારી એ ટેલીફોનીક વાત ચીત મા જણાવ્યું હતું કે સ્થળ ઉપર થી સાત જેટલી ટ્રકો તેમજ બે હિટાચી મશીન જપ્ત કરી જપ્ત કરેલ વાહનો ઉમલ્લા પોલીસ મથકે મૂકવામાં આવ્યા છે આ બાબત ની જાણ ઝઘડીયા મામતદાર ને કરતા માલદાર સ્થળ ઉપર આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી હજુ સુધી આ ગેર કાયદેસર રેત ખનન કોણ કરતું હતું તે માહિતી મળી ન હતી. પરંતુ ખાણ ખનીજની આકસ્મિક ચેકિંગ થી ગેર કાયદેસર રેતખનન કરતા રેત માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે .

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *