ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં માધવપુરા ફાટકથી GMDC ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ઝઘડીયા તાલુકામા વરસાદની શરુઆત થતા જ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે. ત્યારે રાજપારડી માધવ પૂરા ફાટકથી GMDC ને જોડતો માર્ગ ઉપર મોટા ખાડા ઓ પડી જતા વાહન ચાલકો ની હાલત કફોડી બને છે અને તેઓને ગાડીઓમા વારંવાર નુકશાન થઈ રહ્યું છે આ માર્ગ પરથી જીએમડીસી માંથી સિલિકા વહન કરવામાં આવે છે જેને લઇ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસેસન તેમજ ટ્રક એસોસિયેશન તરફથી જણાવ્યું હતું કે આ માર્ગનું વેહલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અને જો બે દિવસમા આ કામનું સમારકામ કરવામાં નહી આવે તો તમામ ગાડી ઓ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com