Geo Gujarat News

ભરૂચ: મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે આગામી ૧૫ જુલાઈથી ઓનલાઈન AUCTION શરૂ કરાશે

સહા.પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચ દ્નારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં (મોટર સાયકલ વાહનો માટે) ના તમામ વાહન નંબર માટેની GJ 16- DN 16-DQ,GJ16-DR નંબરની નવી સીરીઝોનું AUCTION શરૂ કરવામાં આવેલ છે. તો ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી ONLINE http://parivahan.gov.in/fancynumber પર, online રજીસ્ટ્રેશન કરી AUCTION માં ભાગ લઈ શકે તે હેતુસર જાહેર જનતાના હિતમાં ઓકશનની મુદત તેમજ સૂચનાઓ નીચે મુજબ છે.

Registration Start Date 15/07/2024 04:00:00 PM

Registration Close Date 17/07/2024 03:59:59 PM

Auction Start Date 17/07/2024 04:00:00 PM

Auction Close Date 19/07/2024 04:00:00 PM

(૧) તા. ૨૦/૦૭/૨૦૨૪ના રોજ ઈ-ઓકશનના ફોર્મે અત્રેની કચેરીમાં જમા કરાવવાના રહેશે. વધુમાં સફળ અરજદારો ખારા ભરપાઈ કરેલી બિડિંગની રકમની રસીદ સાથે દિન-૦૫ માં અત્રેની કચેરીમાં જમાં કરાવવાની રહેશે.

(૨) આ સિવાયની અરજીઓ નામંજુર કરવામાં આવશે.

(૩) વાહનની વેચાણ તારીખ અને વિમાં તારીખ -બે માંથી જે વહેલુ હોય તે તારીખથી તથા સી.એન.એ. ફોર્મે ભરેલ હોય તે અરજદારો પસંદગીના નંબરો માટે ૬૦-દિવસ સુધી ઈ-ઓકશનમાં ભાગ લેવા અરજી કરી શકશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
(४) વધુ માહિતી માટે https://youtube/Q3a9k/Q13kc. (E-Auction procedure)

નોંધ :- વાહન ખરીદવાના સાત દિવસની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મે અપલોડ કરવાનું રહેશે.

ગોલ્ડન અને સિલ્વર સિવાયના નંબરો માટે ૩૦-દિવસની અંદર અરજદારોએ હરાજી કરી શકાશે. તેમ સહા. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભરૂચની અખબારી યાદીમાં જણાવાયું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *