જંબુસર સબડિસ્ટિક હોસ્પિટલના આરોગ્ય અધિકારી અને કર્મચારીગણ દ્વારા રેલીના માધ્યમથી પોસ્ટર દર્શાવી સૂત્રોચ્ચાર પોકારી જનતાને વસ્તી નિયત્રંણ માટે જાગૃત કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના તાલુકા સ્વસ્થ્ય અધિકરી ઓમકારનાથ દેસાઈ, સબડીસ્ટીક્ટ અધિક્ષક લોહાણી, વગેરે અધિધિકારીઓના માર્ગદર્શન અને નેતૃત્વમાં લોકમાં જાગૃતતા આવે વસ્તી નિયત્રંણ પર કાબુ આવે, કુટુંબ નિયોજન પ્રત્યે જાગૃતતા આવે એવા સૂત્રો પોકારી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકા અને શહેરના મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, MPHW, FHW હાજર રહી રેલીને સફળ બનાવી હતી.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com