Geo Gujarat News

આમોદ: વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય કર્મચારીઓએ જાગૃતિ રેલી કાઢી ઉજવણી કરાઈ

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આમોદ તાલુકા હેલ્થ કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓની હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજાઇ હતી.

ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી આરોગ્ય શાખા દ્વારા ઉજવણી કરાઈ

જેમાં આમોદ તાલુકાના સમની, આછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તથા આમોદ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ કે.કે.સિંહ પણ રેલીમાં ખાસ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. તેમજ ‘નાનું કુટુંબ સુખી કુટુંબ’ના સૂત્રો પોકારી આરોગ્યનો પ્રચાર કરી લોકોનમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *