ભરૂચની નર્મદા ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરપાટ ઝડપે હંકારી જાહેરમાર્ગ ઉપર લગાવેલ કમાન્ડ કંટ્રોલ ભરૂચ પી.ટી ઝેડ કેમેરા જંક્શન તથા વીએમએસ સિગ્નલના પોલ સાથે અથાડી અકસ્માત કરી સરકારી સિગ્નલોને નુકશાન કરવા બદલ ૧૩,૩૮,૦૦૦ નું નુકશાન પહોંચાડયું હોવાનું અજાણ્યા વાહન ચાલક સામે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં વુમન હેડ કોન્સ્ટેબલ દયાબેન રમેશભાઈએ ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા કર્મી પોલોને નુકશાન કરનારની ગાડીનો નંબર કેમ કેદ કરી શક્યા નહિ.?
જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ ૦૨-૦૭-૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં નર્મદા ચોકડી ઉપર આવેલ પીટીઝેડ કેમેરા જંકશન કોઈ અજાણ્યા વાહને વી એમ એસ ડેમેજ કરેલ છે તથા સિગ્નલ ના પોલને પણ નુકશાન કરેલ છે.જે વર્ધી ફરિયાદીને મળેલ જે બાદ ભરૂચ કમાન્ડ કંટ્રોલમાં ફરજ બજાવતા દેવીબેન કાંતિભાઈનાઓએ સરકારી પ્રોપટીને નુકશાન થયેલાની લેખિતમાં આપેલ કે સિગ્નલ પોલ તથા કેમેરા પોલ ને નુકશાન થતા ૧૨,૮૨,૦૦૦ નું નુકશાન તથા અન્ય એક પોલને ૫૨,૦૦૦ નું નુકશાન થતા આમ કુલ ૧૩,૩૮,૦૦૦ નું નુકશાન અજાણ્યા વાહન ચાલકે ગુનો કર્યો હોવાથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે બી.એન.એસ તથા મોટર વાહન અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી છે.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com