Geo Gujarat News

અંકલેશ્વરમાં બેરોજગાર યુવાનોના વાયરલ વીડિયો અંગે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં

  • બેરોજગાર યુવાનોના વાયરલ વીડિયોનો મામલો
  • જિલ્લા રોજગાર કચેરીએ રદિયો જાહેર કર્યો
  • ઇન્ટરવ્યૂ માટે નાની જગ્યા પસંદ કરી હોવાનો ખુલાસો

અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે.

ભરૂચની ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ-9મી જુલાઇના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારીત જ્ગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામા આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી.જે અંગેનો વિડીયો વાઇરલ થતાં જ હડકંપ મચી ગયો હતો.

જે બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે જે મુજબ અંકલેશ્વરના ઓપન ઇન્ટરવ્યુમાં ૫૦૦થી વધુ ઉમેદવારો હાજર રહેલ હતા. આ જગ્યાની ભરતી માટે કંપની દ્વારા 7મી જુલાઇના રોજ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી હતી.૫૦૦થી વધુ ઉમેદવારો એક જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાના હતા.ત્યારે તે માટે ખૂબ જ નાની જગ્યા પસંદ કરવામાં આવી હતી. કંપની દ્વારા આ જ્ગ્યાઓની ભરતી માટે રોજગાર કચેરી ભરૂચ ખાતે જાણ કરવામાં આવી નથી.ઉપરાંત અનુભવી ઉમેદવારોની ભરતીનું આયોજન કરેલ હોવાથી રોજગારીની સ્થિતિમાં કોઇ અસર થાય તેમ ન હતું.કંપની દ્વારા ખાલી જ્ગ્યા અંગેના કમ્પલસરી નોટીફિકેશન ઓફ વેકેન્સી એન્ડ વેકેન્સી એક્ટની કલમ હેઠળ જાણ કરવામાં આવેલ ન હોય નિયમનો ઉલ્લંઘન કર્યું હોવાનું જણાય આવ્યું છે.સાથે કંપનીએ રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતી મેળામાં સામેલ થઇ ભરતીનું આયોજન કરવું જોઇતું હતું.

સદર આયોજનમાં ૫૦૦થી વધુ ઉમેદવારો એક જ જગ્યાએ ભેગા થવાના હોય ત્યારે પોલીસ બંદોબસ્ત કે સિક્યુરિટી જેવી અન્ય વ્યવસ્થાની બાબત ધ્યાને લેવામાં આવેલ જણાતી નથી જેથી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *