ભરૂચ જીલ્લાના ઝધડીયા તાલુકાના રાજપારડી પોલીસ મથકે આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને આજ રોજ ૧૨ કલાકે શાંતિ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કે.બી.મીરની અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદો અને વ્યવસ્થા બાબતે રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કે.બી.મીર દ્વારા આગેવાનોને જરૂરી સુચનાઓ આપી હતી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઈ રહે તે માટે દરેકને ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.

તહેવારોની ઉજવણી શાંતિમય માહોલમાં તેમજ કાયદામાં રહીને કરવાની ખાસ તાકિદ કરવામાં આવી હતી હતી. આ બેઠકમાં રાજપારડી પોલીસ મથક વિસ્તારના મુસ્લિમ આગેવાનોએ હાજરી આપી હતી.
કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com