વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં એમ.આર ચોકડી નજીક જીઆઈડીસી ની ડ્રેનેજ લાઇન લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. અનેક ઉદ્યોગોમાંથી નીકળતું ગંદુ પાણી બહાર લીક થતાં આસપાસના ઉદ્યોગકારોએ જીઆઈડીસી વિભાગને તાત્કાલિક ફરિયાદ કરતા જીઆઈડીસી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. અને લીકેજ ડ્રેનેજની પાઇપ લાઇનને બદલવાની કાર્યવાહી હાથ ધરી હતી. આજે સાંજે 5 વાગ્યે GIDC ના કર્મીઓએ કામગીરી આરંભી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com