Geo Gujarat News

ભરૂચ : ડુંગાજી સ્કૂલમાં AIMIM દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું

ભરૂચ શહેરમાં આવેલ ડુંગાજી શાળામાં વિદ્યાર્થીઓને AIMIM ટીમ દ્વારા નોટબુક વિતરણ કરવામા હતી. બાળકોમાં ભણતર પ્રત્યે રુચિ આવે અને નાણાં અને સંશાધનના અભાવે જે બાળકો ભણી શકતા નથી તેવા લોકોની પડખે જિલ્લા AIMIM ની ટીમ ઊભી થઈ છે. આજરોજ આવા અનેક ગરીબ બાળકોને ચોપડા અને નોટ બુકોનું વિતરણ કરી સરાહનીય કાર્ય જિલ્લા AIMIM ના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ ડુંગાજી શાળા ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ તબક્કે Aimim પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઇમરાનભાઈ પટેલ, કાઉન્સિલર ફહીમ ભાઈ, કાઉન્સિલર સાદેકા બેન, વોર્ડ૧૦ના પ્રમુખ શાહનવાઝ ભાઈ, સામાજિક અગ્રણીઓ શરીફભાઈ બરફવાલા, સોયેબભાઈ અને સલમાનભાઈ સહિતના પાર્ટીના હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *