Geo Gujarat News

ભરૂચનું ગૌરવ : ભરૂચના પત્રકાર વિરલ ગોહિલની ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી

ભારતીય પત્રકારોના રાષ્ટ્રીય સંગઠન ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમ સેનની સુચનાથી અને પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલિપભાઇ ખાચરની સંમતિથી ભરૂચના વરિષ્ઠ પત્રકાર વિરલભાઇ ગોહિલની ભારતીય પત્રકાર સંઘના ગુજરાત રાજ્ય એકમના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય સંગઠન દ્વારા વિરલ ગોહિલને આ બહુમૂલ્ય સન્માનજનક હોદ્દો આપવામાં આવતા આ બાબતને લઇને સમગ્ર ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છેકે વિરલભાઇ ગોહિલ ભરૂચના એક વરિષ્ઠ પત્રકાર છે,અને તેઓ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયાના માધ્યમથી સમાજના પ્રશ્નોને અખબારી પૃષ્ઠના માધ્યમથી પ્રકાશમાં લાવીને એક નીડર અને નિખાલસ પત્રકાર તરીકેની ફરજ વર્ષોથી બજાવી રહ્યા છે. ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય સંગઠન દ્વારા તેમની ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થતાં તેમના સાથી પત્રકારોમાં ખુશીનો માહોલ છવાયો હતો. તેમની આ વરણીથી શુભેચ્છકો અને પત્રકારો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનાવવા બદલ વિરલભાઇ ગોહિલે પત્રકાર સંઘના અગ્રણીઓનો આભાર માન્યો હતો અને તેઓ તેમને સોંપવામાં આવેલ ફરજ પ્રત્યે નિષ્ઠાથી કામ કરશે અને પત્રકારોના પ્રશ્નો બાબતે હંમેશા જાગૃત રહેશે એવી કટિબધ્ધતા વ્યક્ત કરી હતી.

ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ બનાવવા બદલ વિરલભાઇ ગોહિલને જીઓ ગુજરાત ન્યૂજ પરિવાર અભિનંદન પાઠવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *