Geo Gujarat News

આણંદ: કિંખલોડ ખાતે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે ટ્રકો વચ્ચે ભયંકર અકસ્માત થતાં આગ લાગી જવા પામી હતી

મળતી માહિતી અનુસાર મોજે આણંદ જિલ્લામાં આવેલા બોરસદ કિંખલોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત રોજ માલ ભરી બે ટ્રકો કાઠિયાવાડ તરફ જઈ રહી હતી તે દરમ્યાન બોરસદ કિંખલોડ વચ્ચે અચાનક અકસ્માત થતાં બંને ટ્રકો વચ્ચે ભયંકર આગ લાગી હતી પરંતુ સદ નસીબે કોઈ પણ પ્રકારની જાન હાની થઈ નથી આ સમગ્ર ઘટનાની ન્યુઝ ટુડે ચેનલના ફીલ્ડ ઓફિસર શબ્બીર પઠાણ તથા કેમેરામેન સાજીદ અલી સૈયદને થતાં તેઓ ઘટના સ્થળે પોહચી અને અકસ્માત થયેલ બનાવનો સમગ્ર રીપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેઓ દ્નારા અકસ્માત થયેલ વિસ્તાર ભાદરણ પોલીસ સ્ટેશન ને લાગતું હોવાથી આ બનાવની જાણ ભાદરણ પોલીસ ને થતાં જેમાં ભાદરણ પોલીસ મથકના પીએસઆઈ એસ એમ પટેલ તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી હતી જેને લઈ અકસ્માત ની સમગ્ર વિગતો લઈને ભાદરણ પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં ભાદરણ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં સેવાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *