ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ગતરોજ ખાબકેલા સાડા સાત ઈંચ ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.સમગ્ર નગરમાં પુર જવી પરિસ્થિતિ સર્જાઈ હતી.બીજી તરફ પ્રવાસીઓને આકર્ષણરૂપ ધાણીખૂંટ ધોધે પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો આકાશી નજારો સામે આવતા અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં સોમવારે સાડા સાત ઈંચ વરસાદ વરસતાં કરજણ,અમરાવણી અને ટોકરી નદીમાં ઘોડાપૂર આવતાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જેના કારણે નેત્રંગના સ્થાનીક લોકોના જનજીવન પર અસર પહોંચી હતી. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓને આકર્ષતો નેત્રંગનો ધાણીખૂંટ ધોધ સોળેકલાએ ખીલી ઉઠયો હતો.નવા નીરની આવક થતાં તેને પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે તેનો આકાશી નજારો સામે આવતા અદ્દભુત નજારો જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેત્રંગનો ધાણીખૂંટ ધોધ સોળેકલાએ ખીલી ઉઠતા આગામી દિવસોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળશે ત્યારે તંત્ર એ પણ સતર્ક થઈ કોઈ જાનહાની ન સર્જાય તે માટે તકેદારીના પગલાં પણ ભરવાની જરૂર ઉભી થઈ છે.
કાદર ખત્રી, ઝઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com