આમોદ નગરમાં મુખ્ય બજાર થી લઇ તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિત આસપાસના તમામ વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આમોદ નગર માં ધીમી ઢાર થી એક કલાક સુધી પડેલ વરસાદનાં પગલે આમોદ નગરમાં પાણીનાં ઘેરાવો નજરે પડ્યાં હતાં. જ્યારે ભર ચોમાસામાં પણ આજદિન સુધી આમોદ નગર પાલિકાનાં સત્તાધીશોએ પ્રીમોન્સુનની કામગીરીનુ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવમાં નહીં આવતાં પંથકનાં લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસા પહેલા કરવામાં આવતી પ્રીમોન્સુનની કામગીરી આમોદ નગરપાલિકા દ્વારા ચોમાસાનાં મધ્યમાં પણ આરંભવામાં નહી આવતાં નગરજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

એક કલાક માં ધીમી ગતિએ ખાબકેલા વરસાદનાં પગલે મુખ્ય બજારમાં ગુઠણ સમાં પાણી ભરાતાં આવતાં જતાં લોકોમાં તેમજ લારી-ગલ્લા વાળાઓ તથા સ્થાનિક દુકાનદારોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી. જ્યારે પંથકના લોકોને પડતી હાલાકીનાં પગલે તંત્ર તાકિદે યોગ્ય નિકાલ લાવે તેવું નગરજનો ઇચ્છી રહ્યાં છે.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com