જંબુસર તાલુકાના મંગણાદ રોડ ઉપર બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ઇકો કાર ચાલકે સદ્દામ અલ્લારખા ભઠ્ઠી નામના એક્ટિવા ચાલક યુવાનને ટક્કર મારતાં એક્ટિવા ચાલક યુવાનનું ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યું હતું.

મૃતક યુવાન વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક્ટિવા ચાલકને ટક્કર મારીને ઇકો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ જંબુસર પોલીસને થતાં તાત્કાલિક પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મૃતક યુવાનની લાશને જંબુસર સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો.આ ઘટનામાં પોલીસે ફરાર ઇકો ચાલકને શોધવાની કવાયત હાથ ધરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com