Geo Gujarat News

જંબુસર: ડોલિયા પ્રાથમિક શાળામાં ફુગ્ગા ફોળ અને રંગોળી સ્પર્ધા યોજાઈ

બાલવાટિકાથી ધોરણ 4 ની કન્યાઓ માટે ફુગ્ગા ફોડની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતનું સંચાલન રીયાબેન મકવાણાએ કર્યું હતું. તથા ધોરણ 5 થી 8 ની કન્યાઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાળાઓએ વિવિધ રંગો દ્વારા મનમોહક રંગોળી દોરી હતી. સર્વે બાળાઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સ્પર્ધાનુ સફળ આયોજન નિકિતાબેન ચૌધરીએ કર્યું હતું. બંને સ્પર્ધામાં વિજેતા થયેલ બાળાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તેમ શાળાના આચાર્ય મનોજકુમાર રાણાએ જણાવ્યું હતું અને વિજેતા બાળાઓને અભિનંદન પાઠવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *