Geo Gujarat News

ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ : અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, શાળા-કોલેજો બંધ રખાઈ હતી

ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી.

ભરૂચ ગતરોજ મધ્યરાત્રિથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર અને તાલુકાનાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.ત્યારે ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર પણ અસર વર્તાઈ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી સીસ્ટમ સક્રિય થતા સમગ્ર દક્ષિણમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ભરૂચ જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિ થી શરૂ થયેલા ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણી જ પાણી કરી દીધા છે.

ભરૂચ શહેર જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે શહેરમાં ફુરજા ચારરસ્તા,પીરકાઠી,છીપવાડ,સેવાશ્રમ સહિતના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીઓમાં મુકાયા છે. અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *