વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી PIXEL કંપની ફરી એકવાર ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કંપની સંકુલની અંદર એવા દૃશ્યો નજરે પડ્યા છે કે જ્યાં જાણે કામદારોના રહેવા માટે રૂમ બનાવવામાં આવ્યા હોય. રૂમની બહાર કપડાં સુકાતા જોવા મળ્યા, તેમજ લોકોની અવરજવર પણ સતત નજરે પડી. આ તમામ દૃશ્યો અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જોકે, અહીં કામદારોને રહેવા રાખવામાં આવે છે કે નહીં તેની અમે કોઈ પુષ્ટિ કરતા નથી; આ સમગ્ર મામલો તપાસનો વિષય છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કંપનીની બહાર કંપનીનું નામ દર્શાવતું કોઈ બોર્ડ પણ જોવા મળતું નથી. આખરે બોર્ડ કેમ નથી? શું કોઈ નિયમથી બચવાનો પ્રયાસ છે કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છુપાયેલું છે? સાયખા GIDC જેવી ઔદ્યોગિક વસાહતમાં ઓળખ વગર ચાલતી કંપની અનેક શંકાઓને જન્મ આપે છે.
જો ખરેખર કંપની સંકુલમાં જ કામદારોને રહેવા રાખવામાં આવતા હોય, તો સૌથી મોટો પ્રશ્ન સુરક્ષાનો છે. કોઈ આગ, ગેસ લીકેજ કે બ્લાસ્ટ જેવી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? કામદારોના જીવ સાથે કોઈ બેદરકારી કરવામાં આવી રહી છે કે કેમ તે અંગે સંબંધિત વિભાગોએ તાત્કાલિક તપાસ કરવી જરૂરી બની છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ સાયખા GIDCની VK Pharma કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં ત્રણ કામદારોએ જીવ ગુમાવ્યા હતા. એ દુર્ઘટનાનો કડવો પાઠ હજુ લોકો ભૂલ્યા નથી, ત્યારે હવે PIXEL કંપનીને લઈને ઊભા થયેલા સવાલો તંત્ર માટે ચેતવણી સમાન છે. જો નિયમોનો ભંગ થતો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ.
વિડીયો જોવા લિંક ઉપર ક્લિક કરો…
https://www.instagram.com/reel/Dc8rI9zvNK3/?stkn=MWprYWkwcnVhY3I3aA==
નઈમ દિવાન, વાગરા
વાગરા: સાયખા GIDC બોઇલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ મળતાં મૃત્યુઆંક ૩, સુરક્ષા સામે અનેક સવાલો યથાવત
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com