Skip to main content

Geo Gujarat News

આમોદમાં ફરી કેમિકલ વેસ્ટ લીકેજનો મામલો, રસ્તા પર વેસ્ટ ઢોળાતી ટ્રકો સામે તંત્ર ક્યારે જાગશે? વારંવારની ઘટનાઓ છતાં તંત્ર કેમ મૌન?

રસ્તા પર કેમિકલ વેસ્ટ, તંત્રની નજર ક્યાં? આમોદમાં ફરી વેસ્ટ ભરેલી ટ્રકમાંથી લીકેજ! આમોદ પંથકમાં શમા હોટલ નજીકથી ફરી એકવાર કેમિકલ વેસ્ટ ભરીને પસાર થઈ રહેલી ટ્રકમાંથી વેસ્ટ લીકેજ થવાનો મામલો સામે આવતા ભારે ચકચાર મચી છે. દહેજ GIDCમાંથી કેમિકલ વેસ્ટ ભરીને નીકળતા વાહનો દ્વારા રસ્તામાં વેસ્ટ ઢોળાતું હોવાના આક્ષેપો અગાઉ પણ અનેક વખત સામે આવી ચૂક્યા છે. તેમ છતાં વારંવારની ઘટનાઓ વચ્ચે પણ આવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ કેમ આવી રહ્યો નથી તેવો સવાલ હવે સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દહેજ GIDCમાંથી કેમિકલ વેસ્ટ ભરેલા વાહનો આમોદ તરફના માર્ગો પરથી પસાર થાય છે. ત્યારે કેટલીક ટ્રકોમાંથી રસ્તા પર વેસ્ટ લીકેજ થતું હોવાના બનાવો વારંવાર જોવા મળે છે. આ અંગે અગાઉ પણ મીડિયા દ્વારા અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમજ કેટલીક વખત પોલીસે આવા વાહનોને ઝડપી પાડીને GPCBને જાણ કરી હોવાની વિગતો પણ સામે આવી છે. છતાં આવી ઘટનાઓનું પુનરાવર્તન સામે આવતાં કાર્યવાહી માત્ર કાગળ પર જ રહી જાય છે કે, કેમ તે અંગે પણ હવે સવાલો આકાર લઈ રહ્યા રહ્યા છે.દહેજની રોહા ડાયકેમમાંથી નીકળેલ ટ્રકમાંથી જોખમી વેસ્ટનું લાઈવ લીકેજ, શું તંત્ર જાગશે? આ વખતે સામે આવેલી પ્રાથમિક વિગતો મુજબ દહેજ GIDCના SEZ-2 વિસ્તારમાં આવેલા પ્લોટ નંબર Z/101 સ્થિત રોહા ડાયકેમ નામની કંપનીમાંથી GJ-09-Z-1837 નંબરનું વાહન કેમિકલ વેસ્ટ ભરીને સેફ એનવાયરો ખાતે વેસ્ટ ખાલી કરવા માટે જઈ રહ્યું હોવાની માહિતી સામે આવી છે. જોકે વેસ્ટ રસ્તા પર કેવી રીતે લીક થયું, વાહનમાં યોગ્ય સીલિંગ અને સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં તથા પરિવહન માટેના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની સત્તાવાર તપાસ જરૂરી બની છે. સૌથી મોટો સવાલ એ છે કે, જો કેમિકલ વેસ્ટનું પરિવહન કરતી વખતે જાહેર માર્ગ પર વેસ્ટ લીકેજ થાય છે તો તેની જવાબદારી કોની ગણાશે? વેસ્ટ ભરાવી આપનાર કંપનીની, વાહનના માલિક અથવા ટ્રાન્સપોર્ટરની કે પછી વાહન ચાલકની? વેસ્ટ ભરતા પહેલાં વાહનની સ્થિતિ અને પરિવહનની સલામતીની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં? જો નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો જવાબદારી નક્કી કરીને કડક કાર્યવાહી કોણ કરશે?વારંવાર કેમિકલ વેસ્ટ લીકેજ છતાં અંકુશ ક્યાં? તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો! વારંવાર આવા બનાવો સામે આવવા છતાં જો કેમિકલ વેસ્ટનું જાહેર માર્ગો પર લીકેજ અટકતું ન હોય તો સંબંધિત તંત્રની દેખરેખ અને અમલવારી વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. સ્થાનિકોમાં એવી ચર્ચા પણ છે કે આવી પ્રવૃત્તિઓ સામે કડક અને સતત કાર્યવાહી થવાને બદલે મામલા વારંવાર કેમ પુનરાવર્તિત થાય છે? જોકે કોઈ અધિકારી કે કંપની દ્વારા ગેરરીતિ માટે નાણાકીય લાભ લેવાયો હોવાનો દાવો હોય તો તેની પણ પુરાવા આધારિત તપાસ થવી જરૂરી છે. હવે માત્ર વાહન પકડીને કાર્યવાહી કરવાની જગ્યાએ વેસ્ટ ક્યાંથી ભરાયું, કોણે મંજૂરી આપી, કયા વાહનમાં ભરાયું, પરિવહન દરમિયાન કયા નિયમોનું પાલન થયું કે નહીં, અને રસ્તા પર લીકેજ કેવી રીતે થયું? તેની સમગ્ર કડીની તપાસ થવી જરૂરી છે. આમોદ જેવા રહેણાંક અને વાહનવ્યવહારવાળા વિસ્તારમાં કેમિકલ વેસ્ટ લીકેજ લોકોના આરોગ્ય અને પર્યાવરણ માટે જોખમી બની શકે છે, તેથી તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લઈ જવાબદારી નક્કી કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે અસરકારક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આખરે સવાલ એક જ છે,કે રસ્તા પર કેમિકલ વેસ્ટ ઢોળાતી આ પ્રવૃત્તિનો સિલસિલો ક્યારે અટકશે અને જવાબદારી કોની છે, તે નક્કી કરવા તંત્ર ક્યારે કડક પગલાં ભરશે?રસ્તા પર વેસ્ટ ઢોળાતી ટ્રકો સામે તંત્ર ક્યારે જાગશે? સમસ્યાનું કાયમી સમાધાન માત્ર ટ્રક પકડીને કે કાગળ પર કાર્યવાહી કરીને નહીં, પરંતુ કેમિકલ વેસ્ટના સ્ત્રોતથી લઈને અંતિમ નિકાલ સુધીની સમગ્ર ચેઇનની જવાબદારી નક્કી કરીને જ શક્ય બનશે. સંબંધિત કંપની, ટ્રાન્સપોર્ટર અને વાહનચાલકની ભૂમિકા અંગે નિષ્પક્ષ તપાસ કરી નિયમભંગ સાબિત થાય તો કડક દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ. દરેક વેસ્ટ વાહનની યોગ્ય સીલિંગ, GPS ટ્રેકિંગ, લીકેજની તાત્કાલિક જાણ અને માર્ગમાં નિયમિત ચેકિંગની વ્યવસ્થા ફરજિયાત બનાવવી જરૂરી છે. માત્ર ઘટના બન્યા બાદ કાર્યવાહી કરવાને બદલે આવી ઘટના ફરી ન બને તે માટે કાયમી મોનિટરિંગ સિસ્ટમ ઉભી કરવી હવે તંત્રની જવાબદારી છે. જો વારંવાર ફરિયાદો છતાં પણ આવી સ્થિતિ યથાવત રહે તો જવાબદાર અધિકારીઓની કામગીરીની પણ સમીક્ષા થવી જોઈએ. જાહેર માર્ગો પર કેમિકલ વેસ્ટનો એક ટીપો પણ ન પડે અને લોકોના આરોગ્ય-પર્યાવરણ સાથે કોઈ બાંધછોડ ન થાય, આ માટે તંત્રએ હવે ફરિયાદ બાદ કાર્યવાહી નહીં, પરંતુ ઘટના પહેલાં જ રોકથામની નીતિ અપનાવવી પડશે. યાસીન દિવાન, આમોદ

આ પણ વાંચો: આમોદમાં જાહેર રસ્તા પર કેમિકલ લીકેજથી તંત્ર સામે ગંભીર સવાલો..

આમોદમાં હેઝાર્ડ વેસ્ટનો હાહાકાર! એક જ મહિનામાં ત્રીજી ઘટના, જાહેર રસ્તા પર કેમિકલ લીકેજથી તંત્ર સામે ગંભીર સવાલો, લોકોના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે ચેડાં?

આમોદ હાઇવે-64 પર હેઝાર્ડસ વેસ્ટના વાહનમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી ઢોળાતા હડકંપ, હવે GPCB રિપોર્ટ પર સૌની નજર

આમોદ: જાહેર રસ્તા પર કંપનીનો જોખમી વેસ્ટ ઢોળાયો, માસૂમ બાળકોના શ્વાસ સુધી પહોંચ્યો ખતરો, GPCB અને તંત્ર સામે ઉગ્ર રોષ!

દહેજથી આમોદ સુધી ઝેરી બેદરકારીનો ટ્રેઇલ? હેઝાર્ડ વેસ્ટ રસ્તા પર ઢોળાતાં દુર્ગંધનો કહેર, GPCB અને તંત્ર સામે ઉઠ્યા તીખા સવાલો!

વાગરા: દહેજ GIDCમાં રોહા ડાયકેમ સામે ગંભીર સવાલો! કંપનીની બેદરકારી કે પ્રદૂષણનો ખુલ્લેઆમ ખેલ? 500 મીટર સુધી રોડ રંગાયો, ચીમનીમાંથી ઝેરી ધુમાડા છોડાયા?

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!