વાગરા પંથકમાં ચોર ટોળકી સક્રિય : ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય એ રીતે બિન્દાસ પણે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. ગત 16 મી એ વાગરાની પોસ્ટ ઓફીસ બાદ હવે સુતરેલ ગામે CCTV હોવા છતાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો.

CCTV હોવા છતાં તસ્કરોએ રેકી કરી.! : સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ઈસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાંને અંજામ આપ્યો હતો. ઘરમાં રહેલા ઘરેણાં સહીત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઇ છે. જોકે ઘરની બહાર લાગેલ CCTV કેમેરામાં તસ્કરોની કરતૂટ કેદ થવા પામી હતી. જેમાં 3 જેટલા અજાણ્યા ઈસમો ચોરી કરવા આવે છે.

અને ઘરની બહાર લાગેલ CCTV કેમેરો તોડી નાખે છે. પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે. ઘટનાની જાણ થતાંજ મકાન માલિક તાબડતોબ સુતરેલ ખાતે દોડી જઇ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાને લઈ વાગરા પોલીસ પણ બનાવવાળી જગ્યાએ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. જોકે આ લખાય રહ્યું છે. ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધાવા પામી ન હતી.


છેલ્લા 15 દિવસની અંદરજ બે અલગ-અલગ સ્થળોએ ચોરીના બનાવો બન્યા : એક પણ પોલીસ ફરિયાદ નહીં.! : ઉલ્લેખનીય છે, કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારડાતને અંજામ આપી પલાયન થઇ ગયા હતા. જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિસે આજદિન સુધી માહિતી મળી નથી. જેની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં ટૂંકા સમયમાંજ બીજી ચોરીની ઘટના સામે આવી છે.

સદર બંને ચોરીના બનાવો અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામેલ ન હતી. અવાર નવાર ચોરી થવાની ઘટનાને લઈ પ્રજાજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાગરા પોલીસ રાત્રી પેટ્રોલીંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે જરૂરી બન્યું છે.

અપડેટ : ચોરી અંગે આખરે પોલીસ ફરિયાદ નોંધાઇ..
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com