Geo Gujarat News

વાગરા: વિલાયત GIDCમાં ફરી સુરક્ષાનો સવાલ, આરતી કંપનીમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ બાદ ભભૂકી આગ, બે કામદારો દાઝ્યા, ઔદ્યોગિક સલામતી સામે ગંભીર પ્રશ્નો!

નીક્સન બાદ હવે આરતી કંપનીમાં દુર્ઘટના, આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં બે કામદારો દાઝ્યા, શું માત્ર નોટિસો જ તંત્રની કાર્યવાહી? વાગરા તાલુકાની વિલાયત GIDC સ્થિત આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં રવિવારે સાંજે બનેલી ગંભીર દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કંપનીમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં બે કામદારો ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ ઝારખંડનો 24 વર્ષીય ગોવિંદયાસી શિવલાલયાસી જે આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરે છે, તે પોતાના સાથી કેલોડ ગામના દેવેન્દ્રસિંહ હરેન્દ્રસિંહ રાજ સાથે કંપનીના સેકશન નંબર-૩માં આવેલા ઇલેક્ટ્રિકલ પેનલમાં કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન દેવેન્દ્રસિંહ પેનલ ઉપર રાખવામાં આવેલા લાકડાના પાટિયા પર ચડીને કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક પાટિયું તૂટી જતાં ઇલેક્ટ્રિકલ કેબલ ખેંચાઈ ગઈ અને પેનલમાં જોરદાર શોર્ટ સર્કિટ સર્જાયો હતો. શોર્ટ સર્કિટ બાદ પળવારમાં આગ ભભૂકી ઉઠતા ઉપર રહેલા કેમિકલ પાવડરમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. આગની ઝપેટમાં આવતા ગોવિંદાચાર્ય અને દેવેન્દ્રસિંહ બંને ગંભીર રીતે દાઝી ગયા હતા.નીક્સનમાં મોત…આરતીમાં આગ…છતાં કાર્યવાહી માત્ર નોટિસો સુધી જ? GIDCમાં સુરક્ષાની પોલ ફરી ખુલી! ઘટના બાદ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના દાવાઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. જો કામ દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા, યોગ્ય સેફ્ટી સાધનો અને જોખમી કામગીરી માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાત, તેવી ચર્ચા ઉદ્યોગ વર્તુળોમાં ચાલી રહી છે. આ બનાવ અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે તપાસ બાદ જ બહાર આવશે કે દુર્ઘટના માત્ર અકસ્માત હતી કે સુરક્ષા વ્યવસ્થામાં બેદરકારી પણ જવાબદાર હતી. સ્થાનિકોમાં પણ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.વારંવારની દુર્ઘટનાઓ છતાં તંત્ર હજુ નિષ્ક્રિય? માત્ર નોટિસોથી નહીં, હવે જવાબદારો સામે કડક કાર્યવાહીનો સમય! ઉલ્લેખનીય છે કે, થોડા જ દિવસો અગાઉ સાયખા GIDC સ્થિત નીક્સન ફાર્માસ્યુટીકલ કંપનીમાં લિફ્ટમાંથી પટકાતા 54 વર્ષીય શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. તે ઘટનાની શાહી હજુ સુકાઈ પણ નથી ત્યાં વિલાયત GIDCની આરતી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા બે કામદારો ગંભીર રીતે દાઝવાની ઘટના સામે આવી છે. એક પછી એક બની રહેલી આવી ગંભીર દુર્ઘટનાઓ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના દાવાઓની પોલ ખોલી રહી છે. પ્રશ્ન એ છે કે જો અગાઉની ઘટનામાં તંત્ર દ્વારા ખરેખર કડક કાર્યવાહી, અસરકારક તપાસ અને તમામ ઉદ્યોગોમાં સુરક્ષા ધોરણોનું સઘન પાલન કરાવવામાં આવ્યું હોત, તો કદાચ આવી બીજી ઘટના ટાળી શકાઈ હોત. માત્ર નોટિસો આપીને કે કાગળ પરની કાર્યવાહી કરીને જવાબદારી પૂરી થઈ જતી નથી. જ્યારે શ્રમિકોના જીવ જોખમમાં મુકાય છે, ત્યારે જવાબદારો સામે કડક કાનૂની કાર્યવાહી, જવાબદારી નક્કી કરવી અને સુરક્ષા નિયમોના ભંગ બદલ દંડાત્મક પગલાં ભરવા અત્યંત જરૂરી બની જાય છે. જો સમયસર કડક કાર્યવાહી નહીં થાય, તો આવી દુર્ઘટનાઓ ફરી ન બને તેની કોઈ ખાતરી નથી. હવે શ્રમિકોના જીવની સુરક્ષા માટે તંત્ર માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં, પરંતુ કડક અને પરિણામલક્ષી પગલાં ભરે તેવી માંગ ઉદ્યોગ વિસ્તારોમાં જોર પકડી રહી છે.

આ પણ વાંચો: સાયખા GIDCની નીક્સન ફાર્માસ્યુટીકલમાં 54 વર્ષીય કામદારનું મૃત્યુ!

વાગરા: સાયખા GIDCમાં સુરક્ષાની ગંભીર બેદરકારીનો ભોગ બન્યો શ્રમિક? નીક્સન ફાર્માસ્યુટીકલમાં લિફ્ટમાંથી પટકાતા મધ્યપ્રદેશના કામદારનું કરુણ મોત, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉગ્ર બની!

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!