Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં ફરી પ્રદૂષણનો કહેર! KISAN SHAKTI FERTILIZERમાંથી પીળા રંગના ઘાટા ધુમાડા, રવિવારે નિયમોની ખુલ્લેઆમ અવગણના?

KISAN SHAKTI FERTILIZER પર ઉઠ્યા ગંભીર સવાલ, શું GPCB કરશે કાર્યવાહી? વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં આવેલ પ્લોટ નં. C-190/191 પર આવેલી KISAN SHAKTI FERTILIZER AND PESTICIDES PVT. LTD. કંપનીમાંથી રવિવારના દિવસે પીળા રંગના ઘાટા ધુમાડા નીકળતા હોવાના દૃશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે રજાના દિવસનો લાભ લઈને કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ નિયંત્રણના નિયમોની અવગણના કરી બેફામ રીતે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કંપનીની ચીમનીમાંથી સતત પીળા રંગના ઘાટા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાતા જોવા મળ્યા હતા. આ પ્રકારનો ધુમાડો સામાન્ય નથી અને તેના કારણે હવાની ગુણવત્તા પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આસપાસના ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓએ આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસની માંગ ઉઠાવી છે. નોંધનીય બાબત એ છે કે આ પ્રકારની ઘટના કોઈ પહેલીવાર સામે આવી નથી. સ્થાનિકોના આક્ષેપ મુજબ દર રવિવારે અથવા સરકારી રજાના દિવસોમાં કેટલાક ઉદ્યોગો નિયમોનો ભંગ કરી પ્રદૂષણ છોડતા હોવાની ફરિયાદો વારંવાર સામે આવે છે. જો આક્ષેપોમાં સત્યતા હોય તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ માનવ આરોગ્ય અને જીવસૃષ્ટિ માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.GPCBની કાર્યવાહી પર સૌની નજર! હાલમાં કંપનીમાંથી નીકળેલા પીળા રંગના ધુમાડાની પ્રકૃતિ, તેમાં રહેલા રાસાયણિક તત્ત્વો અને તે ઝેરી છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. આવા મુદ્દે નિષ્ણાતોની વૈજ્ઞાનિક તપાસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સેમ્પલ તથા પરીક્ષણ બાદ જ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું GPCB આ ઘટનાની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરશે? શું કંપની સામે ચીમનીના ઉત્સર્જનના નમૂનાઓ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે? જો ધુમાડો પ્રદૂષણના નિર્ધારિત ધોરણોથી વધુ અથવા ઝેરી હોવાનું બહાર આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી આ મામલો પણ અન્ય ફરિયાદોની જેમ ફાઈલોમાં જ દબાઈ જશે? સ્થાનિકો હવે પારદર્શક તપાસ અને કડક કાર્યવાહી તરફ મીટ માંડી રહ્યા છે. આ લેખ સ્થાનિક સ્તરે સામે આવેલા આક્ષેપો અને દૃશ્યોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પીળા ધુમાડાની ઝેરી અસર અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ નથી. તેની પુષ્ટિ માત્ર GPCB અથવા અન્ય સંબંધિત સત્તાધિકારીઓની સત્તાવાર તપાસ અને વૈજ્ઞાનિક અહેવાલ બાદ જ થઈ શકે છે.

વિડીયો જોવા અહીં ક્લિક કરો..

https://www.instagram.com/reel/Da-TRiSvM9B/?igsh=Y2RlbHcxaGZ0N2d3

આ પણ વાંચો..

વાગરા: સાયખાની IDCM અને KASTURI AROMATICS પર ગંભીર સવાલો! કાળા ધુમાડાથી ગૂંગળાયું આકાશ, GPCB હવે શું કાર્યવાહી કરશે?

વાગરા: સાયખા GIDCમાં ફરી પ્રદૂષણની શંકા!UC Colours કંપની બહાર કલરયુક્ત પાણીના તળાવો! હવે GPCB સત્ય બહાર લાવશે?

વાગરા: ECOFINE કંપની બહાર કલરયુક્ત પાણીના પૂર, ગેટ પર મોટર મૂકીને મોટું કૌભાંડ છુપાવવાનો ખેલ?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!