Skip to main content

Geo Gujarat News

આમોદ-જંબુસર પંથક માટે ધારાસભ્ય દેવકિશોર સ્વામીના પ્રયાસો રંગ લાવ્યા: નહેરના પાણીથી મુરઝાતા પાકને મળ્યું નવું જીવન, ખેડૂતોમાં છવાઈ ખુશીની લહેર

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર વિસ્તારમાં ચાલુ મોસમ દરમિયાન મેઘરાજાના લાંબા વિરામ અને રૂંઠામણને કારણે અન્નદાતાઓની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ હતી, કારણ કે કપાસ, તુવેર અને દિવેલા જેવા મહત્વના પાક નજર સમક્ષ સૂકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી હતી. ખેડૂતોના આ પડકારજનક અને મુશ્કેલ સમયમાં સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઊર્જા મંત્રી સમક્ષ સત્વરે રજૂઆતો અને લેખિત પત્રવ્યવહાર કરવામાં આવ્યા હતા. અગાઉ વીજ પુરવઠાના કલાકો વધારવાના સફળ પ્રયાસો બાદ, હવે નર્મદા નિગમની નહેરોમાં પાણી છોડવામાં આવતા આમોદના અડવાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈનું પાણી વહેતું થયું છે, જેના કારણે લાંબા સમયથી પાણી માટે વલખાં મારતા ખેડૂતોના ખેતરો સુધી નહેરનું પાણી પહોંચતા જ મહેનતથી ઉગાડેલા પાકને નવું જીવનદાન મળવાની પ્રબળ આશા જાગી છે.નહેરોમાં પાણી વહેતા થવાથી અડવાળા સહિતના આસપાસના ગામોના ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહ, આનંદ અને સંતોષની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યાં અગાઉ વીજળી અને પાણીના બેવડા સંકટ વચ્ચે પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો તેવા ચિંતાતુર ચહેરાઓ હવે ખુશીથી ખીલી ઉઠ્યા છે. તંત્રની સમયસરની સક્રિયતાના પરિણામે ખેડૂતોને બોરવેલ કે પંપિંગ થકી પોતાના પાકને સમયસર પાઈને બચાવી લેવાની મોટી રાહત મળી છે, અને તેઓ હર્ષભેર જણાવી રહ્યા છે કે સમયસર નહેરમાં પાણી મળવાથી અમારો પાક બચી ગયો છે. આ કુદરતી અને પ્રશાસનિક મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર આવતા ખેડૂતો હવે સરકાર તેમજ ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે, જે આ સિઝનમાં સમગ્ર ક્ષેત્રના કૃષિ જગત અને અન્નદાતાઓ માટે સૌથી મોટું જીવતદાન સાબિત થયું છે.

આ પણ વાંચો…

નહેરમાં પાણી અને ૧૨ કલાક વીજળી આપવા ધારાસભ્યની CM-ઊર્જા મંત્રીને  રજૂઆત..

ઓછા વરસાદથી પાક સૂકાવાના આરે: નહેરમાં પાણી અને ૧૨ કલાક વીજળી આપવા ધારાસભ્ય દેવકિશોર સ્વામીની CM-ઊર્જા મંત્રીને રજૂઆત 

એગ્રીકલ્ચર ફીડરો પર હવે સવારે ૭થી સાંજે ૫ વાગ્યા સુધી મળશે સતત વીજ પુરવઠો..

આમોદ-જંબુસરના તમામ એગ્રીકલ્ચર ફીડરો પર હવે દિવસના ૧૦ કલાક થ્રી-ફેઝ વીજળી, સવારે ૭થી સાંજે ૫ વાગ્યા સુધી મળશે સતત વીજ પુરવઠો

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!